Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં આ ખેલાડીઓએ મેળ્યું સ્થાન

નવી દિલ્હી: વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનના બીજા દિવસે પૂર્વ ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચ, ડોમનિક થિઅમ, જાઇલ્સ સિમોને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી છે જ્યારે ૨૩મા ક્રમાંકિત સ્ટેન વાવરિન્કાનો પ્રથમ રાઉન્ડમાં પરાજય થતાં મેજર અપસેટ સર્જાયો હતો. ૨૦મા ક્રમાંકિત યોકોવિચે પ્રથમ રાઉન્ડમાં બ્રાઝિલના સિલ્વાને -, -, -૪થી પરાજય આપ્યો હતો. પ્રથમ બંને સેટમાં યોકોવિચ એક તબક્કે -૨થી પાછળ હતો. ૩૧ વર્ષીય યોકોવિચ ૨૦૧૬ બાદ એકપણ ગ્રાન્ડસ્લેમ જીતી શક્યો નથી. ૨૦૧૫માં ફ્રેન્ચ ઓપનમાં યોકોવિચને હરાવીને ચેમ્પિયન બનેલા સ્ટેન વાવરિન્કાનો વખતે પ્રથમ રાઉન્ડમાં ગુલેર્મો ગાર્સિયા લોપેઝ સામે - - - - (-) -૩થી પરાજય થયો હતો. સાતમા ક્રમાંકિત ડોમિનિક થિએમને વિજય મેળવવા ખાસ સમસ્યા નડી નહોતી અને તેણે ઇવાશ્કાને -, -, -૧થી પરાજય આપ્યો હતો. અન્ય મુકાબલામાં જાઇલ્સ સિમોને બેસિલાશિવિલીને -, -, - (-), -૪થી પરાજય આપીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. વિમેન્સ સિંગલ્સમાં બીજી ક્રમાંકિત વોઝનિયાકીનો કોલિન્સ સામે - (-), -૧થી, અઝારેન્કાનો સિનિઆકોવા સામે -, -૫થી પરાજય થતાં અપસેટ સર્જાયો હતો. અન્ય મુકાબલામાં ક્વિટોવાએ સેપડે સામે -, -, -૫થી, પેટ્કોવિકે મ્લાડેનોવિક સામે - (૧૨-૧૦), -૨થી, ગાર્સિયા પેરેઝે જાકુપ્વોક સામે -, -૪થી વિજય મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

(4:46 pm IST)