Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કોહલીને મળ્યો ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે મુંબઈમાં આયોજીત સીએટ ક્રિકેટ રેટીંગ એવોડ્ર્સમાં ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. કોહલીને બદલે રોહિત શર્માએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. શિખર ધવનને ઈન્ટરનેશનલ બેટ્સમેન ઓફ ધ યર તો ટ્રેન્ટ બોલ્ટને ઈન્ટરનેશનલ બોલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આઈપીએલમાં ૨૧ વિકેટ લેનાર અફઘાનિસ્તાનના રાશિદ ખાનને બોલર ટી-૨૦નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરને વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની ૧૭૧ રનની ઈનિંગ્સ માટે આઉટ સ્ટેન્ડીંગ ઈનિંગ્સ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(2:35 pm IST)