Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ફેન્સે સાઈના અને કશ્યપને આપી પરણી જવાની સલાહ

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પી. કશ્યપ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવા છે. તાજેતરમાં સાઈનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કરતા જાણે આ સંબંધોને માન્યતા આપી દીધી હોવાનું સમર્થકોને લાગ્યુ છે. તાજેતરમાં જ હૈદ્રાબાદની એક રેસ્ટોરામાં ગયા હોય એવો ફોટો સાઈનાએ અપલોડ કરતા એ ઘણો વાઈરલ થયો હતો તેમ જ લોકોએ આ બંનેને પરણી જવાની સલાહ આપી હતી. સાઈના અને કશ્યપે જો કે આ સંબંધો વિશે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી.

(2:30 pm IST)