Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

બાર્સેલોનાને ચેમ્પિયન બનાવીને મેસીએ રચ્યો ઇતિહાસ

મેડ્રિડ : મેડિડમાં સ્પેનિશ લીગ લા લીગામાં લેવાન્ટને ૧-૦થી હરાવીને બાર્સેલોનાએ સતત બીજી વાર ચેમ્પિયનશિપ પાકી કરી લીધી હતી. લીગમાં હજી ત્રણ મેચ બાકી છે, પણ બોસેલોનાએ બીજા સ્થાનવાળી એન્ટેટિકો મેડિડો કરતાં ૯ પોઇન્ટની લીડ મેળવી લીધી હોવાથી પ્રથમ સ્થાન પાકું કરી લીધું હતું. મેચનો એકમાત્ર ગોલ આજર્િેન્ટનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ ૬રમી મિનિટે કર્યો હતો. કેપ્ટન તરીકે મેસી પહેલી વાર સ્પેનિશ ટાઇટલ જીત્યો હતો અને એ સાથે ૧૦ વાર સ્પેનિશ લીગ ચેમ્પિયન બનનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. બાર્સેલોના ૨૬મા લા લીગા ટાઇટલ સાથે રિયલ મેડ્રિડના ૩૩ વખતના રેકોર્ડ નજીક પહોંચી ગયું હતું.

(3:29 pm IST)