Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

બીબીએલ: આરોન ફિન્ચની ટીમે મિશેલ માર્શની ટીમની કરી પરાસ્ત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ટી 20 ટુર્નામેન્ટ બિગ બૈશ લીગમાં મેલબોર્ન રેનેગેદરસે પર્થ  સ્ક્રોર્ચર્સને 78 રન થી પરાસ્ત કરી હતી. ગઈ કાલે રમાયેલ મેચમાં મેલનોરનાએ પહેલા બેટિંગ કરીને પાંચ વિકેટ પર 157 રન બનાવ્યા હતા. હાર્વે 38 , વિકેટકીપર હાર્પરે 37, કપૂરે 19, મોહમ્મ્દ નબીએ 17 રન બનાવ્યા હતા. કપ્તાન આરોન ફિન્ચે 8 રન બનાવી શક્યો હતો. કેલીએ 2 અને અનેડ્રયૂ ટાઈએ તથા ઉસ્માન કાદિરે 1-1 વિકેટ લીધે હતી.

જવાબમાં, પર્થની ટીમ 16 ઓવરોમાં 79 રનથી અટકી ગઈ. હોબ્સને 19 રન બનાવ્યા, કેલી 18 ના, અને કાર્ટાઇટરે 14 રન ફટકાર્યા. કૅપ્ટન મિશેલ માર્શ 5, કેમેરોન બેનક્રાફ્ટ 1 અને શૌન માર્શ 0 રન પર આઉટ થયા હતા. ડેનિયલ ક્રિશ્ચિયનને ચાર, ક્રિસ ટ્રેમેઇન ત્રણ, બોયસ બે અને કેન રિચાર્ડસનને એક વિકેટ લીધી. મેન ઓફ મેચ તરીકે ટ્રેમેનને પસંદ કરવામાં આવ્યો હતો.

(5:54 pm IST)