Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કુશ્તીને રાષ્ટ્રીય રમત જાહેર કરો : બજરંગ પુનિયા

નવીદિલ્હી,તા.૨૯ : કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રેસલર બજરંગ પૂનિયાએ કુશ્તીન રાષ્ટ્રીય રમત જાહેર કરવાની માગનું સમર્થન કરતા કહ્યું કે આ રમતે  છેલ્લા ત્રણ ઓલમ્પિકમાં દેશને મેડલ અપાવ્યા છે. વિશ્વ  ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા બજરંગે કહ્યું, કુશ્તી એવી રમત છેસ જેણે છેલ્લા ત્રણ ઓલમ્પિકમાં દેશને મેડલ આપ્યા છે. ૨૦૦૮. ૨૦૧૨ અને ૨૦૧૬માં  આ રમતથી દેશને મેડલ મળ્યો  છે. જે રમત દેશ માટે મેડલ જીતી  તો તેને રાષ્ટ્રીય રમત જાહેર કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

આ પહેલા ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રજભૂષણ શરણ સિંહે સરકાર પાસેથી કુશ્તીને રાષ્ટ્રીય રમત બનાવવાની માગ કરી હતી. બજરંગ ગણતંત્ર દિવસ પર પદ્મ શ્રી પુરસ્કાર મેળવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થવાથી ઉત્સાહિત છે. દેશને ઓલમ્પિકમાં આ ખેલાડી પાસેથી સૌથી વધુ  આશા છે અને બજગંરે કહ્યું કે, આટલો મોટો નાગરિક પુરસ્કાર મળવાથી તેના પાસેથી આશા વધી જશે.

(3:51 pm IST)