Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ICC ટી20 વિશ્વ કપ-2020નો કાર્યક્રમ જાહેર:મહિલાઓની ટીમનો 21 ફેબ્રુઆરીથી અને જેન્ટ્સ ટીમનો 24મી ઓક્ટોબરથી મુકાબલો

મહિલા વિશ્વકપનો આંતર રાષ્ટ્રીય મહિલા દિને ફાઇનલનો જંગ :મેન્સ અને વુમન્સ ટીમનું ઓસ્ટ્રેલિયા કરશે હોસ્ટિંગ '

મુંબઈ :આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટી20 વિશ્વ કપ 2020નો કાર્યક્રમ જાહેર કર્યો છે આ પહેલીવાર હશે જ્યારે પુરુષ અને મહિલા ટુર્નામેન્ટ સ્ટેડઅલોન ઈવેન્ટના રુપમાં આયોજીત થશે. આ ટુર્નામેન્ટ એક જ વર્ષ અને એક જ દેશમાં રમવામાં આવશે.

 મહિલા ટી20 વિશ્વ કપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આયોજીત હશે. ટુર્નામેન્ટની ફાઈનલ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે રમવામાં આવશે. ત્યારે જ પુરુષોનો ટી20 વિશ્વ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી આયોજીત કરવામાં આવશે

 મહિલા અને પુરુષ ટી20 વિશ્વ કપની હોસ્ટિંગ ઓસ્ટ્રેલિયા કરશે. તેના મુકાબલા 8 શહેરોના 13 સ્થાનો પર જોવા મળશે.

   ટીમ ઈન્ડિયાના પુરુષ ટુર્નામેન્ટમાં પહેલો મુકાબલો શનિવારે 24 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પર્થ સ્ટડિયમમાં હશે. ત્યાંજ ભારતીય મહિલા ટીમનો ઉદ્ધાટન મુકાબલો 21 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સાથે થશે.

ગ્રુપ એ- ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ભારત, શ્રીલંકા, ક્વાલિફાયર 1
ગ્રુપ બી- ઈન્ગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ક્વોલિફાયર 2

પહેલો રાઉન્ડ
ગ્રુપ એ- શ્રીલંકા અને ત્રણ ક્વોલિફાયર્સ
ગ્રુપ બી- બાંગ્લાદેશ અને ત્રણ ક્વોલિફાયર્સ

(11:55 am IST)