Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સૈયદ મુસ્તાકઅલી T20 માટે ગુજરાતની ટીમ ટીમ જાહેર : નડિયાદનો અક્ષર પટેલ સુકાની

પિયૂષ ચાવલાને વાઇસ કેપ્ટન બનાવાયા

અમદાવાદ :સૈયદ મુસ્તાક અલી T20 માટે ગુજરાતની ટીમનું એલાન કરાયું છે. જેમાં ગુજરાતની નવી ક્રિકેટ ટીમના નવા કેપ્ટન અક્ષર પટેલ હશે. તેઓ આગામી T20 સિરીઝમાં ગુજરાતનું નેતૃત્વ કરશે. દેશના જાણીતા ક્રિકેટર અક્ષર પટેલ નડીઆદના વતની છે. અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમ, IPL સહિત ત્રણેય ફોર્મેટમાં રમે છે. પિયૂષ ચાવલાને વાઇસ કેપ્ટન બનાવાયા.

મહત્વનું છે કે, સૈયદ મુસ્તાક અલી T20 ટૂર્નામેન્ટ 6 ઝોનમાં રમાડવાનો નિર્ણય કરાયો છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થાય છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા તમામ ટીમોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

(12:47 am IST)