Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લિવરપુલ કલબે ગોલકીપર એલિસન પર લગાવી રેકોર્ડ બોલી

નવી દિલ્હી: રોમાના ગોલકિપર એલિસન સાથે કરાર માટે લિવરયુલે ૬.૨ કરોડ પાઉન્ડની રેકોર્ડ બોલી લગાવી છે. આ કોઈ ગોલકિપર માટે એક ક્લબ દ્વારા લગાવવામાં આવેલ વિશ્વ સ્તરની સૌથી મોંઘી બોલી છે. રોમા પોતાના ગોલકીપર એલિસન પર લગાવવામાં આવેલ લિવરપુલની આ બોલી પર વિચાર તો કરી રહ્યુ છે, પરંતુ હજી સુધી આ અંગે સ્વીકૃતિ જાહેર નથી કરાઈ. ઈટલીનુ આ ક્લબ ૬.૬ કરોડ પાઉન્ડની આશા કરી રહ્યુ છે. 
બ્રાઝિલ માટે ફિફા વિશ્વકપમાં ગોલકિપરની ભૂમિકા ભજવનાર ૨૫ વર્ષીય એલિસ હાલમાં જ રશિયાથી પરત ફર્યો છે. એલિસન ગત બે વર્ષથી રોમાના પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે ગત સીઝનમાં સેરી-એ માટે ૩૭ મેચ રમી હતી. લિવરયુલની બોલીને જો રોમા દ્વારા સ્વીકારી લેવામાં આવશે તો તે જુવેંટ્સ તરફથી ૨૦૦૧માં ગિયાનલુગુઈ બુફોન માટે લગાવાયેલ ૫.૩ કરોડ પાઉન્ડના કરારને પછાડી શકે છે. આ એક ગોલકિપર માટે વર્તમાનમાં રેકોર્ડ કરાર છે. 

(5:00 pm IST)