Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

વિચાર્યું હતું કે વિશ્વકપ સેમી ફાઇનલમાં નોટ-આઉટ રહીશ, કદાચ આ મારો અહંકાર હતોઃ વિરાટ કોહલીની પ્રતિક્રિયા

               ર૦૧૯ વિશ્વકપ સેમી ફાઇનલને લઇ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે મને અંદરથી સ્ટ્રોંગ ફિલીંગ હતી કે હું નોટ આઉટ રહીશ.

         એમણે આગળ કહ્યું કદાચ તે મારો અહંકાર બોલી રહ્યો હતો કારણ આવી કોઇ વાતનું પૂર્વાનુમાન કેવી રીતે  લગાવી શકાય ? આપને બસ એક સ્ટ્રોંગ ફીલિંગ થઇ શકે છે. અથવા કદાચ આવું કંઇક કરવાની ઇચ્છા હતી.

         સેમી ફાઇનલમાં વિરાટ કોહલી ૧ રન પર આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ ૧૮ રનથી મેચ જીત્યું હતુ.

 

(11:47 pm IST)