Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

શ્રીલંકાનો આ દિગ્ગ્જ ક્રિકેટરે શરૂ કરી પોતાની રાજનૈતિક પારી: બન્યો ઉત્તરી રાજ્યનો ગવર્નર

નવી દિલ્હી :   ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથિયા મુરલીધરને રાજકારણમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી દીધી છે. શ્રીલંકાના ઉત્તરી પ્રાંતના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.આ પ્રાંત તમિલ બહુમતી ધરાવે છે. બુધવારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગૌતબાયા રાજપક્ષે નિરંતર મુરલીધરનને આમંત્રણ આપીને પ્રસ્તાવ મૂક્યો હતો.વળી, ડેઇલી મીરર અખબારે રાષ્ટ્રપતિ સચિવાલયના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, "રાષ્ટ્રપતિ ગોતાવાયા રાજપક્ષેએ મુરલીધરનને ઉત્તરીય પ્રાંતના રાજ્યપાલ પદે નિમંત્રણ આપ્યું છે."મુરલીધરન સિવાય રાષ્ટ્રપતિ ગૌતાબાયાએ અનુરાધા યેમાપથને પૂર્વી પ્રાંતના રાજ્યપાલ અને તીસાસ બિશનપાને ઉત્તર મધ્ય પ્રાંતના રાજ્યપાલ બનાવ્યા છે. અનુરાધા રાષ્ટ્રીય વેપાર મંડળના પ્રમુખ અને ગાર્મેન્ટ એક્સપોર્ટ કંપનીના ડાયરેક્ટર છે. જ્યારે પ્રશાંત લિયોન ટ્રોસ્કીના સિદ્ધાંતોને અનુસરીને પૂર્વ મંત્રી અને લંકા સમા સમાજ પાર્ટી (એલએસએસપી) ના નેતા છે.

(5:19 pm IST)