Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

હું જયારે પણ રન ન બનાવુ તો મારી જાતને સજા આપુ છુ : સ્મિથ

બ્રિસ્બેન : ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથ જયારે સારો સ્કોર ન કરી શકે ત્યારે પોતાની જાતને સજા આપે છે. એક વર્ષના પ્રતિબંધ બાદ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જબરદસ્ત કમબેક કર્યુ છે. એશીઝથી માંડી તેણે પાકિસ્તાન સામેની સીરીઝમાં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપી પોતાના ટેલેન્ટનંુ પ્રદર્શન કર્યુ છે. આ બાબતે સ્મિથે કહ્યુ હતું કે હું જયારે પણ રન ન બનાવી શકુ ત્યારે હંમેશા મારી જાતને સજા આપુ છું. સારા રન કરવા બદલ જે પ્રમાણે વાહવાહી મળે છે એ પ્રમાણે ઓછા રન કરવા બદલ સજા પણ મળવી જોઇએ. આ સજાના ભાગરૂપે હું જીમમાં વધારે સમય પસાર કરૂ છું અને મારી જાતન થોડી ઘણી સજા આપુ છું.

(1:12 pm IST)