Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલા પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની ત્રણ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની તૈયારીઓ માટે હનીફ મોહમ્મદ હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં લગાવવામાં આવેલા રાષ્ટ્રીય શિબિરમાં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની ત્રણ ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત મળી આવી છે. જોકે, ત્રણેય સંક્રમિત ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ત્રણેય ખેલાડીઓની ગઈ કાલે નિયમિત કોવિડ-19 પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે પોઝિટિવ આવ્યું હતું. ત્રણેય ખેલાડીઓને 10 દિવસની ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે, જે 6 નવેમ્બરે સમાપ્ત થશે. "

(5:59 pm IST)