Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને ૮૮ રનથી હરાવ્યું

હૈદરાબાદને પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો : ડેવિડ વોર્નર, સાહા તેમજ રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન

દુબઈ,તા.૨૮ : ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ બે વિકેટ ગુમાવીને ૨૧૯ રન બનાવ્યા હતાં. જેથી ૨૨૦ રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમના બેટ્સમેન હૈદરાબાદની બોલિંગ સામે વામણાં પૂરવાર થયા હતાં. જેથી અંતે હૈદરાબાદે દિલ્હીને ૮૮ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ હૈદરાબાદની ટીમને પ્લેઓફની આશા જીવંત રહી છે. તેના ૧૨ મેચમાં ૫મી જીત સાથે ૧૦ પોઈન્ટ થયા છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચી છે. જ્યારે બીજી બાજુ દિલ્હીને હાર પછી પણ કોઈ જ ફેર પડ્યો નથી અને તે બીજા નંબર પર જ છે. વોર્નરે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા સાથે પહેલી વિકેટ માટે ૧૦૭ રનની પાર્ટનરશિપ કરી હતી. વોર્નરનો સાથ આપતા રિદ્ધિમાન સાહાએ પણ ૪૫ બોલમાં ૮૭ રન બનાવ્યા હતાં. જેમાં તેણે ૧૨ ચોગ્ગા અને ૨ સિક્સર ફટકાર્યા હતાં. ડેવિડ વોર્નરની વિકેટ પડ્યા પછી મનિષ પાંડે બેટિંગ કરવા ઉતર્યો હતો તેણે પણ દિલ્હીના બોલર્સ સામે મચક આપી નહોતી અને ૩૧ બોલમાં ૪૪ રન ફટકાર્યા હતાં. જેમાં ૧ સિક્સર અને ૪ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઉપકપ્તાન ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પાવરપ્લેમાં કુલ ૫૪ રન બનાવ્યા હતાં. જેના કારણે મેચમાં પાવરપ્લેમાં કુલ ૫૪ રન બનાવ્યા અને તે હાલની સિઝનમાં કોઈ મેચના પાવરપ્લેમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. દુબઈમાં દમદાર પ્રદર્શન કરતાં ડેવિડ વોર્નરે ૨૫ બોલમાં જ અડધી સદી ફટકારી હતી. વોર્નરે ૩૪ બોલની પોતાની ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૨ સિક્સર ફટકારી હતી.

(7:32 pm IST)
  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST

  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST