Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ૫૦૦ વિકેટ

સિદ્ધિ મેળવનારો વિશ્વનો સાતમો બોલર

લંડન, તા. ૨૮પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે માન્ચેસ્ટર ખાતે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં મંગળવારે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે તેની કારકિર્દીની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. આમ કરનારો તે વિશ્વનો સાતમો બોલર બન્યો હતો.

સ્ટુઅર્ટ બ્રોડે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર ૪૫ હતો ત્યારે ક્રેગ બ્રાથવેટને આઉટ કરીને ૫૦૦ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનારા બોલરની હરોળમાં આવી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનારા બોલર.

મુથૈયા મુરલીધરન (૮૦૦), શેન વોર્ન (૭૦૮), અનીલ કુંબલે (૬૧૯), જેમ્સ એન્ડરસન (૫૮૯), ગ્લેન મેકગ્રા (૫૬૩),  કર્ટની વોલ્શ (૫૧૯),  સ્ટુઅર્ટ બ્રોડ (૫૦૦).

૫૦૦ વિકેટ લેવા માટે દરેક બોલરે રમેલી મેચો મુરલીધરન (૮૭), કુંબલે (૧૦૫), શેન વોર્ન (૧૦૮), ગ્લેન મેકગ્રા (૧૧૦), વોલ્શ અને એન્ડરસન (૧૨૯), સ્ટુઅર્ટ બ્રોડ (૧૪૦).

(10:16 pm IST)