Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

વિશ્વકપ : દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના મેચમાં અચાનક મધમાખીઓનો હુમલો:ખેલાડીઓ મેદાન પર સુઈ ગયા

 

ચેસ્ટર લી સ્ટ્રીટઃ આઈસીસી વિશ્વ કપ-2019માં રિવરસાઇડ મેદાન પર દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલ મેચ દરમિયાન અચાનક ખેલાડીઓ 48મી ઓવરમાં મેદાન પર સુઈ ગયા હતા દરમિયાન અચાનકથી મધમાખીઓનું ટોળુ મેદાન પર આવી ગયું હતું  જેથી બધા ખેલાડી પરેશાન થયા અને પોતાને બચાવવા મેદાન પર સુઈ ગયા હતા

   ખેલાડીઓની આવી હરકત જોઈને સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો પણ હસવા લાગ્યા. મેચ થોડીવાર માટે રોકવામાં આવી અને ફરી શરૂ કરવામાં આવી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પણ આવી ઘટના બની ચુકી છે જ્યારે મધમાખીઓ મેદાનમાં આવી પહોંચી હોય અને ખેલાડી પોતાને બચાવવા માટે મેદાન પર લોટવા મજબૂર થયા હોય.

 દક્ષિણ આફ્રિકાએ રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી આઈસીસી વિશ્વ કપ-2019ની મેચમાં શ્રીલંકાને મોટો સ્કોર કરતા રોડ્યુ હતું. ડ્વાયન પ્રીટોરિયરની આગેવાનીમાં આફ્રિકન બોલરોએ શ્રીલંકાને 49.3 ઓવરમાં 203 રન પર ઓલઆઉટ કરી દીધું હતું

(10:49 pm IST)