Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

હાર્દિક પાંડ્યાને ઓલરાઉંડર બનાવવા ઈચ્છે છે આ પાકિસ્તાની દિગ્ગ્જ

ગુરુવારના રોજ માન્ચેસ્ટરમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું, જેનાથી ટીમ ઇન્ડિયાને મોટી જીત હાંસલ કરવામાં સફળતા પણ મળી હતી. પહેલા પંડ્યાએ 38 બોલમાં 46 રન ફટકાર્યા હતા અને પછી તેણે ઓપનર સુનીલ એમ્બ્રિસની વિકેટ પણ લીધી હતી. જો કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અબ્દુલ રઝ્ઝાને હાર્દિક પંડ્યાનું પ્રદર્શન કઇ ખાસ નથી લાગ્યું. તેને હાર્દિક પંડ્યાની રમતમાં કંઇક ખૂટતું લાગ્યું હતું. સોશિયલ મીડિયા પર રઝ્ઝાકનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે કહે છે કે, હું 2 અઠવાડિયામાં હાર્દિક પંડ્યાને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવી શકું છું.

 

(6:12 pm IST)