Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ફિફા વિશ્વકપ: 5 વખતની વિજેતા ટીમ બ્રાજીલ નોકઆઉટમાં

નવી દિલ્હી: 5 વખતની ચેમ્પિયન બ્રાઝીલે બન્ને હાફમાં એક-એક ગોલ કરીને સર્બિયાને ગ્રુપ-ઈમા 2-0થી હરાવીને ફિફા વિશ્વ કપ 2018માં નોકઆઉટમાં પ્રવેશ મેળવી લીધો છે. અને સાથે ગ્રુપ માં તે ટોપ પર છે. બ્રાઝીલે વિશ્વ કપમાં ખરાબ શરૂઆત કરી હતી પણ ત્યાર પછી તેને રમતમાં શુધારો કરીને પોતાની જીતને કાયમ રાખવા માટે લડત ચાલુ રાખી હતી. બ્રાઝીલે કોસ્ટ રીકા અને સર્બિયાને 2-0થી હરાવીને જીત મેળવીને ગ્રુપમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. બ્રાજિલના પોલીનહોએ 36મી મિનિટે ટીમ માટે ગોલ કર્યો અને બીજો ગોલ 68મી મિનિટે તીયોગો સિલ્વાએ કર્યો હતો. બ્રાઝીલે ત્રણ મેચમાં 7 અંક મેળવ્યા છે અને તે ગ્રુપમાં ટોપ પર છે. સ્વિટ્જઈલેન્ડ 5 અંક મેળવી બીજા સ્થાન પર છે

(5:11 pm IST)