Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મારી પાસે બે નવા પ્રકારની ગુગલી : યુઝવેન્દ્ર ચહલ

ટીમ ઈન્ડિયામાં મર્યાદીત ઓવરોની ક્રિકેટનો અગત્યનો હિસ્સો બની ચૂકેલા યુવાન લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે દાવો કર્યો છે કે તેણે બે નવી ગુગલીઓ શોધી છે જેનાથી તેને લાંબા સમયે ઘણો ફાયદો થશે. એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે મારી પાસે બે પ્રકારની ગુગલી છે - પહેલી માથાની બાજુમાંથી પસાર થાય છે અને બીજી સાઈડ - આર્મથી થોડે દૂર તરફ જાય છે. એટલે હું આ બંનેને મિકસ કરીને વાપરવાની કોશીષ કરૂ છું. બેટ્સમેનોને પોતાના માથાની પોઝીશન જોવી પડતી હોય છે જે મારા માટે ફાયદાકારક છે.

(1:47 pm IST)