Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ખુશીથી બિમાર થઈ ગયો મેરડોના

નાઈજીરીયા સામે આર્જેન્ટીનાનો ૨-૧થી વિજય થતાં જ આર્જેન્ટીનાનો ૫૭ વર્ષનો લેજન્ડરી ફૂટબોલર ડીએગો મેરડોના ખુશીના કારણે બિમાર થયો હતો. સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમના લકઝરી બોકસમાં બેસીને તે મેચ જોઈ રહ્યો હતો. વિજય બાદ ખુશીથી ઉછળી પડેલા અને બેશુદ્ધ થયેલા મેરડોનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. તેને બે સહાયકો સ્ટેડિયમના ડાઈનીંગ રૂમમાં લઈ જઈ રહેલા દેખાય છે. જો કે તેણે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે હું સ્વસ્થ છું, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી.

(1:46 pm IST)