Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વર્ષના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્‍ટ પ્રવાસ માટે ઓસ્‍ટ્રેલીયાએ 4 સ્‍થળ નક્કી કર્યાઃ પ્રથમ ટેસ્‍ટ મેલબોર્નમાં રમાશેઃ ઓસ્‍ટ્રેલીયા મીડિયાની જાહેરાત

મેલબોર્નઃ કોરોના વાયરસને કારણે હાલ તમામ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને સિરીઝ પર વિરામ લાગેલો છે. આઈપીએલ (IPL) પણ સ્થગિત થઈ અને તેવી આશંકા છે કે ટી20 વિશ્વકપને (ICC T20 World cup) પણ સ્થગિત કરવામાં આવી શકે છે. તેવામાં ડિસેમ્બરમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે સારા સમાચાર આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના મીડિયાનું કહેવું છે કે વર્ષના અંતમાં ભારતીય ટીમના ટેસ્ટ પ્રવાસ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ચાર સ્થળ નક્કી કર્યાં છે. ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ ત્રણ ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના બે મીડિયા હાઉસ સેવન ન્યૂઝ ડોટ કોમ ડોટ એયૂ અને સિડની મોર્નિંગ હેરાલ્ડે કહ્યું કે, ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો કાર્યક્રમ બની ગયો છે. રિપોર્ટ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટ્સ તેની જાહેરાત શુક્રવારે કરશે.

તેમાં ભારતીય ટીમ માટે બાયો બબલ કે આઇસોલેશનની કોઈ યોજના નથી. તેવી અટકળો હતી કે કોરોના મહામારીને કારણે આ પ્રવાસ રદ્દ પણ થઈ શકે છે.

સેવન ન્યૂઝ ડોટ કોમ એયૂએ લખ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જે કાર્યક્રમ બનાવ્યો છે, તે પ્રમાણે પ્રથમ ટેસ્ટ ત્રણ ડિસેમ્બરથી બ્રિસબેનમાં, બીજી 11 ટેસ્ટ ટેસ્ટ 11 ડિસેમ્બરથી એડિલેડમાં, ત્રીજી 26 ડિસેમ્બરથી મેલબોર્ન અને ચોથી 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

તેવું માનવામાં આવી રહ્યું છે કે, એડિલેડમાં રમાનારી બીજી ટેસ્ટ ડે-નાઇટ ફોર્મેટમાં રમાશે. સિડની મોર્નિંગ હેરાલ્ડ પ્રમાણે પર્થમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ગુલાબી બોલથી મેચ થશે પરંતુ બ્રિસબેનમાં ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમાશે. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત શુક્રવારે થઈ શકે છે.

(5:03 pm IST)