Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સચિન એન વિરાટના પ્રશંશકોને ઈંગ્લેન્ડમાં ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન એવોર્ડથી સન્માનિત કરાશે

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના સૌથી મોટા પ્રશંસક સુધીર ગૌતમ સિવાય ચાર અન્ય ક્રિકેટ પ્રશંસકોને ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે

   . આ લિસ્ટમાં સુધીર સિવાય વિરાટ કોહલીનો પ્રશંસક સુગુમાર કુમાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી મોટા પ્રસંસક ‘ચાચા ક્રિકેટ’ એટલે કે અબ્દુલ જલીલ, બાંગ્લાદેશનો ફેન ટાઇગર આકા શોએબ અલી અને શ્રીલંકાના પ્રશંસક ગાયાન સેનાનાયકેનો સમાવેશ થાય છે.

   આ પ્રશંસકોને 14 જૂને માન્ચેસ્ટરમાં સન્માનિત કરવામાં આવશે. આ પ્રશંસકોએ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પોતાની ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘણી મહેનત કરી છે.
‘    ચાચા ક્રિકેટ’નામથી લોકપ્રિય પાકિસ્તાનના અબ્દુલ જલીલ સૌથી અનુભવી પ્રશંસક છે. તે 1969થી સ્ટેડિયમમાં જોવા મળે છે. જ્યારે શોએબ અલી છેલ્લા નવ વર્ષથી બાંગ્લાદેશના આઇકોનિક ટાઇગરની જેમ પોતાને પેઇન્ટ કરી દરેક મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચે છે. શ્રીલંકાના પ્રશંસકની શરુઆત 1996ના વર્લ્ડ કપથી થઈ હતી, જ્યારે તે 17 વર્ષનો હતો. આવી જ સ્થિતિ સચિન તેંડુલકરના પ્રશંસક સુધીરની છે

(9:26 pm IST)