Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

વિરાટ હંમેશા જીમમાં હોય, હાર્દિક ડાન્સમાં નબળો : રોહિત મહત્વની ભૂમિકા ભજવશે

લંડન : આઇસીસી વન-ડે વર્લ્ડ કપ સ્પર્ધા આવતા ગુવારથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવાની છે. એમાં ભારતીય ટીમ વતી ઓપનર અને વાઇસ-કેપ્ટન રોહિત શર્મા મહત્ત્વની ભૂમિકા ભજવે એવી ધારણા છે.

વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે એક મુલાકાતમાં રોહિત શર્માએ તેના સાથીઓ વિશે અમુક રસપ્રદ વાતો કરી છે. રોહિતે કહ્યું, શ્નઅમારી ટીમમાં હાર્દિક પંડ્યા સેલ્ફી ઘેલો છે અને તેને સેલ્ફી લેવાનું કાયમ આકર્ષણ રહે છે. હાર્દિક ડાન્સ કરવામાં તદન નબળો છે.

રોહિત શર્માને ટીમમાં તેના સાથી ખેલાડીઓ વિશે પૂછવામાં આવેલા સવાલનો વિડિયો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સત્ત્।ાવાર વિટર-હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે અને એ ૯૦ સેકંડનો છે.

(1:20 pm IST)