Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ફિટનેસ રહી તો ૨૦૨૩નો વર્લ્ડકપ પણ રમીશઃ ટેલર

ઓકલેન્ડ : (જી.એન.એસ.) હાલમાં ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ ૨૦૧૯ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ન્યુ ઝીલેન્ડના બેટ્સમેન અને સૌથી અનુભવી ખેલાડી રોસ ટેલરે મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. ટેલરે ક્રિસ ગેઇલમાંથી પ્રેરણા લેતાં કહ્યું કે જો ફિટનેસ રહી અને શરીર સાથ આપશે તો હું ૨૦૧૩નો વર્લ્ડ કપ પણ રમીશ. હાલ રોસ ટેલર ૩૫ વર્ષનો થયો છે અને ટીમ તરફથી આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે.

ટેલરે આઇસીસીની વેબસાઇટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે ૩૯ વર્ષના ગેઈલ ગજબની ફિટનેસ જાળવી રાખી છે. આટલી ઉંમરે પણ તે આરામથી સિકસર ફટકારી શકે છે. ઝડપથી રન બનાવી શકે છે. હું ૩૫ વર્ષનો છું, પણ તમે નથી જાણતા કે આગળ શું થવાનું છે. ક્રિસ ગેઇલ મારી પ્રેરણા બની શકે છે. આ વર્લ્ડ કપમાં તે ૩૯ વર્ષનો છે. અને નેફ્ટ વર્લ્ડ કપમાં હું ૩૯ વર્ષનો થઈશ. જોકે વર્લ્ડ કપ રમવું એટલું આસાન નથી હોતું. જો ફિટનેસ સાથે આપશે તો હું કદાચ ૨૦૨૩નો વર્લ્ડ કપ રમી શકીશ.

(1:19 pm IST)