Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સચિને અર્જુન તેન્ડુલકરને આપ્યો ગુરૂમંત્રઃ સફળતાનો કોઈ જ શોર્ટકટ નહિં

અર્જુન પેશનેટ છે, હું તેને કોઈપણ ચીજ માટે ફોર્સ નહિં કરૂ

નવી દિલ્હી : ક્રિકેટના ભગવાનના નામે જાણીતા સચિન તેંડુલકરે પોતાના દીકરા અર્જુનને અનમોલ સલાહ આપી છે જે તેના સ્વર્ગવાસી પિતાએ આપી હતી. ક્રિકેટના મેદાનમાં લેફ્ટ આર્મ પેસર અને બેટ્સમેન તરીકેની છાપ છોડવા માટે અર્જુન તેંડુલકરને સચિને જણાવ્યું છે કે સફળતાનો કોઈ જ શોર્ટકટ નથી હોતો. આ વાત સચિનને તેમના પિતા રમેશ તેડુલકરે જણાવી હતી.

હાલમાં જ બેટ અને બોલથી ટી૨૦ મુંબઈ લીગ ૨૦૧૯માં સારું પ્રદર્શન કરનારા અર્જુનને આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ ૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમી ફાઇનલ મેચમાં આકાશ ટાઇગર ટીમ હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. આ લીગનો એન્ડ-એમ્બેસેડર સચિન તેડુલકર છે. આ ટુર્નામેન્ટની બીજી સીઝન હતી જેને નોર્થ મુંબઈ પેન્થર્સ પોતાના નામે કરી.

સચિન તેંડુલકરને જયારે એ પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના દીકરાને દબાવ હેન્ડલ કરવા માટે શું સલાહ આપશે? તો સચિને કહ્યું કે તે પેશનેટ છે અને હું તેને કોઈ પણ ચીજ માટે ફોર્સ નહીં કરું. મેં કયારેય તેને ક્રિકેટ રમવા માટે દબાણ નથી કર્યું. જે મારા પિતાએ મને કહ્યું હતું, હું ઠીક એ રીતે તેની પાસે કરું છું. તમારે ઘણી જ મહેનત કરવી પડશે ત્યારે જ એની સફળતા મળશે.

(1:18 pm IST)