Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

આ વર્લ્ડકપમાં બોલરો મહત્વની ભૂમિકા ભજવશે

જે ટીમ નિયમીત સમયે વિકેટો લઈ શકશે તે ટીમને ચેમ્પિયન બનવાની સૌથી વધુ તક : ભારતીય ટીમની બોલીંગમાં વિવિધતા

લંડન,તા.૨૮ : આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ વખતે વર્લ્ડ કપનો તાજ કોઇ જીતશે તેની ચર્ચા દુનિયામાં ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેનોમાં સ્થાન ધરાવનાર ઇયાન ચેપલે કબુલાત કરતા કહ્યુ છે કે ભારતીય ટીમ બોલિંગના કારણે વિશ્વ કપમાં સૌથી પ્રબળ દાવેદાર ટીમ પૈકી એક તરીકે છે. ચેપલે કહ્યુ છે કે ભારતીય ટીમની બોલિંગમાં વિવિધતા રહેલી છે. જે તેને વિશ્વ કપ જીતાડવામાં મદદરૂપ બની શકે છે. ચેપલે એમ પણ કહ્યુ છે કે જે ટીમ મધ્યના ઓવરમાં વિકેટો લેશે તેની તક સૌથી વધારે છે. આ વર્લ્ડ  કપ એજ ટીમ જીતશે જે ટીમના બોલરો મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. વિકેટ જે ટીમ નિયમિત ગાળામાં લઇ શકશે તે ટીમની તક વિશ્વ કપ જીતવાની સૌથી વધારે છે. ભારતીય ટીમ આ વખતે કોહલીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી છે. તેની તક સૌથી વધારે હોવાનો અભિપ્રાય અન્ય પૂર્વ ખેલાડીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.

(1:17 pm IST)