Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ડોપિંગમાં ફસાવવા અને ભોજનમાં કંઈક ભેળવી દેવાની ભીતિ: મારા રૂમમાં CCTV ગોઠવો':ગોલ્ડ મેડાલિસ્ટ મીરાબાઈની માંગ

છેલ્લા 4 વર્ષોમાં મીરાબાઈના 45 ડોપ ટેસ્ટ થયા: તમામમાં ક્લીનચીટ મળી છે.

 

વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી મીરાબાઈ ચાનુએ પોતાના રૂમમાં સીસીટીવી કેમરા ગોઠવવા માંગ કરી છે નેશનલ કેમ્પ દરમિયાન પોતાના રૂમમાં સીસીટીવી લગાવવા તેણીએ રમત-ગમત મંત્રાલયને પત્ર લખ્યો છે

  પત્રમાં તેમણે ચિંતા દર્શાવી છે કે ડોપિંગમાં ફસાવવા માટે તેમના ભોજનમાં કંઇક મેળવી દેવામાં આવે એવું બની શકે છે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટીંગ ફેડરેશન (આઇડબલ્યુએફ) જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષોમાં મીરાબાઈના 45 ડોપ ટેસ્ટ થયા છે. તેમને તે તમામમાં ક્લીનચીટ મળી છે.

   આઇડબલ્યુએફના મહાસચિવ સહદેવ યાદવે જણાવ્યું, કે અમે ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (સાઈ) અને રમત-ગમત મંત્રાલય પાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ (એનઆઇએસ) પટિયાલામાં નેશનલ કેમ્પમાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી છે. અમે નથી ઇચ્છતા કે અમારા વેઇટલિફ્ટર્સ તરફથી ડોપિંગનો કોઇપણ મામલો સામે આવે.

(10:22 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST

  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST