Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મહિલા ટી-ર૦ એશિયા કપમાં પહેલીવાર ૮ ટીમ ર૧ જુલાઇએ ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે જંગ

ભારતની મહિલા ટીમ આ ટુર્નામેન્‍ટમાં ૭ વખત ચેમ્‍પિયન બની છે

નવી દિલ્‍હી : શ્રીલંકાના દામ્‍બુલામાં શરૂ થનારા મહિલા ટી૨૦ એશિયા કપ ૨૦૨૪ માટે શેડ્‍યુલની  જાહેરાત કરવામાં આવી છે. ૧૯ જુલાઈથી શરૂ થનારી આ ચઙ્ઘમ્‍પિયનશિપમાં ભારતીય  મહિલા ટીમને ગ્રુપ ખ્‍માં પાકિસ્‍તાન, યુનાઇટેડ આરબ એમિરેટ્‍સ (UAE) અને નેપાલ સાથે સ્‍થાન આપવામાં આવ્‍યું  છે;

જ્‍યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, થાઈલેન્‍ડ, બંગલાદેશ અને મલેશિયાને સ્‍થાન  આપવામાં આવ્‍યું છે. ૯ દિવસ ચાલનારી  આ ટુર્નામેન્‍ટમાં પહેલી વાર ૮ ટીમ ભાગ લઈ રહી છે. ૨૧ જુલાઈએ ભારત અને  પાકિસ્‍તાનની મહિલા ટીમ વચ્‍ચે  પ્રતિષ્ઠાનો જંગ જામશે. ૨૦૦૪થી ૨૦૦૬ દરમ્‍યાન આ ટુર્નામેન્‍ટ વન-ડે ફોર્મેટમાં રમાઈ હતી  અને ૨૦૧૨થી T૨૦ ફોર્મેટમાં રમાઈ રહી છે. ભારતીય મહિલા ટીમ ૭ વાર આ ટુર્નામેન્‍ટમાં ચેમ્‍પિયન બની છે.

આ ટુર્નામેન્‍ટ  સપ્‍ટેમ્‍બરમાં બંગલાદેશમાં શરૂ થઈ રહેલા  T૨૦ વર્લ્‍ડ કપની તૈયારી માટે મહત્તવની છે.

(3:04 pm IST)