Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોરોના ઇફેકટઃ ટોકીયો ઓલિમ્પિક રમાશે કે રદ્ થશે ?: આયોજકો-ખેલાડીઓ પણ ચીંતામાં

ટોકીયો ઓલિમ્પિકને ૧૪૭ દિવસ બાકી રહયા છે : ખેલાડીઓ અંગત રીતે નિર્ણય લેશે કે ભાગ લેવો કે નહિ ?

નવી દિલ્હીઃ ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦નો પ્રારંભ થવા આડે હવે વધુ દિવસો બચ્યા નથી. બીજી તરફ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસનો ખતરો આ ખેલ મહાકુંભ પર મંડરાઈ રહ્યો છે. હવે એવા રીપોર્ટ છે કે કદાચ ઓલિમ્પિકનું આયોજન મોકૂફ રાખવામાં આવી શકે છે.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના અધિકારીએ સ્વીકાર્ય છે કે ટોક્રિયો ગેમ્સ ૨૬ થવાની શકયતા છે. જે શરૂ થવા આડે હવે ૧૪૭ દિવસ બાકી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ લગભગ પૂરી દુનિયામાં ફેલાઈ ચૂકયો છે. અમે તેના પર સતત વોચ રાખી રહ્યા છીએ. આ મામલે જલ્દીથી નિર્ણય લેવામાં આવશે, કારણ કે અમારે ખેલાડીઓને પણ યોગ્ય સમયે નિર્ણય આપવો પડશે. જો કે આખરી નિર્ણય લેવા માટે અમારે પાસે હજુ ત્રણ મહિનાનો સમય છે.

બીજી તરફ ગ્રીક ઓલિમ્પિક કમિટિએ પણ કહ્યું છે કે ઓલિમ્પિક મશાલ પ્રજવલિત કરવાની પરંપરાગ વિધિ કોરોના વાયરસને લીધે બદલવામાં આવી શકે છે. આ માટે અમે બીજી યોજના તેયાર રાખી છે.

ટોકયો  જુલાઈ-ઓગસ્ટમાં ઓલિમ્પિકનું આયોજન થયું છે. જેના પર કોરોનાને લીધે ખતરો મંડરાઈ રહ્યો છે. થોર્પે કહ્યું છે કે, દુનિયાભરના ખેલાડીઓ આ મામલે ચિંતિત છે. ઓલિમ્પિકનું આયોજન મોકૂફ રાખવું અશકય જેવું છે. ખેલાડીઓએ અંગત રીતે નિર્ણય લેવાનો રહેશે કે તેમણે ભાગ લેવો કે નહીં ? 

(3:45 pm IST)