Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સનરાઇઝર્સ હૈદ્રાબાદનો કેપ્ટન બન્યો ડેવીડ વોર્નર

૨૦૧૬માં ટીમ ચેમ્પીયન બનેલીઃ વોર્નર ઉપર પ્રતિબંધ લાદતા વિલીયમન્સને ટીમની જવાબદારી સંભાળી'તી

નવી દિલ્હીઃ  આઇપીએલ ૨૦૨૦ એડિશનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની ટીમની કમાન ડેવિડ વોર્નરને સોંપી છે. વોર્નરના નેજા હેઠળ હેદરાબાદની ટીમ ૨૦૧૬માં ચેમ્પિયન બની હતી. એક વર્ષનો પ્રતિબંધ હોવાથી ડેવિડ ૨૦૧૮માં આઇપીએલ રમી શકયો નહોતો અને ૨૦૧૯માં હેદરાબાદે કેન વિલિયમસનને કપ્તાન તરીકે જાળવી રાખ્યો હતો.  વિલિયમસતની આગેવાનીમાં હેદરાબાદ ૨૦૧૮માં રનરઅપ રહ્યું હતું તેમ જ છેલ્લાં બે વર્ષથી ભુવનેશ્વર કુમાર ટીમનો વાઇસ કેપ્ટન રહ્યો હતો. પોતાની વાપસી વિશે વાત કરતાં વોર્નર કહ્યું કે  હું આગામી સીઝનમાં ટીમની કપ્તાની કરવા માટે ઉત્સુક છું. મને લીડર તરીકે ફરજ નિભાવવાની તક આપવા બદલ હું ટીમનો આભારી છું. હું વિલિયમસન અતે ભુવીનો પણ આભાર માનું છું. તેમણે છેલ્લી બે સીઝનથી ટીમને સારી રીતે લીડ કરી હતી. હું ટીમ ચેમ્પિયન બને એ માટેના તમામ પ્રયાસ કરીશ. સનરાઇઝર્સ હૈદારબાદ પોતાની પહેલી મેચ ૧ એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. 

(3:43 pm IST)