Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ટીમ ફરીથી ભુલ રિપીટ નહિ કરેઃ હરમનપ્રીત

શરૂઆતમાં સારૂ પ્રદર્શન પણ બાદમાં વિકેટો ગુમાવી

ન્યુઝીલેન્ડ સામેની મેચ જીતી ગયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર ઈચ્છે છે કે ટીમ ફરી પાછી પહેલાં જેવી ભૂલ રિપીટ નહીં કરે. આ વિશે હરમનપ્રીતે કહ્યું કે ટીમ સારું પર્ફોર્મ કરી રહી છે એ જોઈને સારું લાગે છે. અમે ફરીથી એ જ ભૂલ કરી હતી જે પહેલાં કરી હતી. શરૂઆતની ૧૦ ઓવરમાં અમને સારો સ્ટાર્ટ મળ્યો પણ પછીથી અમે એ મોમેન્ટમને જાળવી ન શકયા. અમારી બોલિંગ સારી હતી, પણ જોઈએ એવું પ્રદર્શન અમે નહોતા કરી શકયા તેમ છતાં અમે એ દિશામાં સુધારા કરીને આગળ વધીશું.  આ ઉપરાંત શેફાલી વર્માએ રમેલી ગેમનાં પણ હરમનપ્રીતે વખાણ કર્યા હતાં.

(3:42 pm IST)