Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

રોહીતે પ્રથમ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધીઃ જો કે હજુ કાલે ફાઇનલ ટેસ્ટ કરવામાં આવશે

લગભગ આફ્રિકાની ટીકીટ પાકીઃ બીસીસીઆઇ બે દિવસમાં ટીમની જાહેરાત કરશેઃ રવિન્દ્ર અક્ષર હજુ ફીટ નથી

નવી દિલ્હીઃ વન-ડે, ટી-૨૦ના કેપ્ટન રોહીત શર્માએ રોહિતે તેની -થમ ફિટનેસ ટેસ્ટ કિલયર કરી લીધી છે.  જોકે, સંપૂર્ણ ફિટ જાહેર કરતા પહેલા વધુ એક ફિટનેસ ટેસ્ટ લેવાની રહેશે.  આવી સ્થિતિમાં રોહિત ૧૯ જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં સુકાનીપદ સંભાળે તેવી સંભાવના છે અને આ માટે આગામી ૪૮ કલાકમાં વન-ડે ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે.

રોહીત હજુ પણ એનસીએમાં છે અને અન્ય ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થાય તેવી શક્યતા છે. આવતીકાલે તેનો અંતિમ ફિટનેસ ટેસ્ટ થવાની સંભાવના છે.  રોહિત સિવાય રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ એનસીએમાં રિહેબિલિટેશન કરી રહ્યા છે.  જો કે, તે અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી અને પસંદગીકારો બંને અંગે મોડેથી નિર્ણય લેવા માંગે છે.  બંને એનસીએમાં રિકવરી હેઠળ છે.  તેના સમાવેશ અંગેનો નિર્ણય ફિટનેસ ટેસ્ટ બાદ છેલ્લી ઘડીએ લેવામાં આવશે.  દક્ષિણ આફ્રિકામાં સ્પિનરો મર્યાદિત ભૂમિકા ભજવશે

(3:57 pm IST)