Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

39 જીટીસીના સુબેદાર રાજેન્દ્રએ જીત્યો વર્લ્ડ કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: વારાણસી 39 જીટીસીમાં પોસ્ટેડ સુબેદાર રાજેન્દ્ર જેયમે વર્લ્ડ કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના શહેર અને દેશનું નામ રોશન કર્યું છે. સાથી સૈન્યના જવાનો અને અધિકારીઓએ પણ બુધવારે રાજેન્દ્રને અભિનંદન અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાજેન્દ્રએ 18 થી 23 ઓક્ટોબર દરમિયાન ઇજિપ્તના કૈરોમાં યોજાયેલી વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. સુબેદાર રાજેન્દ્રએ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રિયા, આર્જેન્ટિના અને ઈજીપ્તના ખેલાડીને ગળાકાપ સ્પર્ધામાં હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

(5:08 pm IST)