Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

અભિનેતા માધવનના પુત્ર વેદાંતે નેશનલ સ્વીમીંગ ચેમ્િ૫યનશીપમાં મહારાષ્ટ્રની ટીમમાંથી ૭ મેડલ જીત્યા

સોશ્યલ મિડીયામાં ફિલ્મી સ્ટારે પુત્ર સાથે તસ્વીર શેર કરી

નવી દિલ્હીઃ ફિલ્મ સ્ટાર આર માધવનના પુત્ર વેદાંત માધવને ફરી એકવાર તેના પિતાને ગર્વ અનુભવવાની તક આપી છે.  બેંગ્લોરમાં તાજેતરમાં યોજાયેલી જુનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશિપમાં વેદાંતે મહારાષ્ટ્ર માટે સાત મેડલ જીત્યા છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ ટ્વિટ કરીને વેદાંત માધવનને અભિનંદન આપી રહ્યા છે.

  વેદાંત માધવને બસવગાનુડી એકવેટિક સેન્ટર ખાતે આયોજિત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ધ બ્રિજના અહેવાલ અનુસાર, વેદાંતે ૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, ૪થ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ અને ૪થ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ રિલે ઇવેન્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યા છે. તેણે ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.આ પહેલા વેદાંત અનેક વખત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પોતાના દેશ માટે મેડલ લાવ્યો છે.  તાજેતરમાં વેદાંત ૧૬ વર્ષનો થયો, તેના જન્મદિવસ પર, પાપા માધવને તેને પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી અને પોતાને ગૌરવપૂર્ણ પિતા પણ કહ્યા.

(3:55 pm IST)