Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જો ન્યુઝીલેન્ડ સામે પણ હારશું તો ટુર્નામેન્ટમાંથી ફેંકાઇ જવાનો ખતરો

સેમી ફાઇનલમાં પહોંચવા ટીમ ઇન્ડિયાએ ટોપ-૨માં રહેવુ જ પડશે : સેમીફાઇનલની સફર સુધી પહોંચવા પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડને બહાર ફેકવું પડે

દુબઈઃ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતની આગામી મેચ ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. જો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થાય  તો  ટૂર્નામેન્ટમાંથી બહાર આમ કોઇપણ ભોગે ખતરો વધી શકે છે.

આગામી મેચ જીતવી જ પડશે.  જો ભારતને  પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારની સ્થિતિમાં ભારતે ટી-૨૦ વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામેની પોતાની આગામી ત્રણ મેચો જીતવી પડશે, સાથે જ અન્ય ટીમોની જીત અને હારના પરિણામો પર આધાર રાખવો પડશે.

ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતને ટોપ-૨માં રહેવું પડશે. ધારો કે પાકિસ્તાન પછી જો ભારતને પણ ન્યુઝીલેન્ડ સામે હાર મળે તો ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે તેની જેમ પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક મોટી ટીમ ઓછામાં ઓછી બે મેચ હારે. આમ છતાં ભારતે સારા રનરેટને ધ્યાનમાં રાખીને પોતાની આગામી બાકીની ૩ મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં ૨ મેચ હારવા છતાં ભારતને જીવનદાન મળી શકે છે.

જો ભારતે સેમીફાઈનલમાં પહોંચવું હોય તો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડમાંથી કોઈ એક ટીમને સેમીફાઈનલની રેસમાંથી બહાર થવું જરૂરી છે.

આ વાત અફઘાનિસ્તાનને પણ લાગુ પડે છે. અફઘાનિસ્તાનની ટીમ ભલે સેમીફાઈનલ સુધી સફર ન કરી શકે, પરંતુ તે ભારત, પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમોનું ગણિત બગાડી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે દરેક સમયે સતર્ક રહેવું પડશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારવાની સ્થિતિમાં ભારતે નાની ટીમો ખાસ કરીને અફઘાનિસ્તાન સાથે વધુ સાવચેત સાથે રમવું પડશે. 

(2:53 pm IST)