Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સૌરવ ગાંગુલીએ કર્યા રોહિત શર્માના ભરપૂર વખાણ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વર્તમાનમાં સીમિત ઓવરોના ઉપ-કેપ્ટન રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં તક આપવાની વાત કહી છે. ગાંગુલીએ એક સમાચાર ચેનલ પર કહ્યું,’રોહિત સમય સાથે પરિપક્વ થયો છે અને તેન તક મળતા તે ટેસ્ટમાં પણ સારૂ પ્રદર્શન કરશે. માટે તેને આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટમાં તેની પસંદગી કરવી જોઇએ.’રોહિત શર્માએ વર્ષ 2013માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ પોતાનો ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો. રોહિતે પોતાના ટેસ્ટ સફરની ધમાકેદાર શરૂઆત કરી હતી અને તેણે પોતાના પ્રથમ બે ટેસ્ટમાં બેક ટુ બેક સદી ફટકારી હતી. પરંતુ તેના પછી તે સતત ટીમમાં અંદર-બહાર થતો રહ્યો છે. આ વર્ષે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકી પ્રવાસ પર હતી, તો રોહિતને ટેસ્ટ ટીમમાં તક મળી હતી પરંતુ સીમિત ઓવરોનો આ ચેમ્પિયન બેટ્સમેન લાલ બોલથી ફ્લોપ સાબિત થયો હતોતમને જણાવી દઇએ કે, આફ્રિકા પ્રવાસ પર રોહિતને 3 ટેસ્ટની પ્રથમ 2 ટેસ્ટમાં મોકો મળ્યો હતો. ત્યાં તે લાલ બોલથી પોતાને સાબિત કરી શક્યો નહી અને તેણે 4 ઇનિંગમાં 47, 10, 10 અને 11 કુલ 78 રન બનાવ્યા. તેના પછી તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં તક મળી નહી. જોકે, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વન ડેમાં આ સ્ટાર ખેલાડીને ટેસ્ટમાં તક આપવાનું સમર્થન કર્યું છે.ગાંગુએ એક કાર્યક્રમમાં કહ્યું,’ગત કેટલાક વર્ષોમાં આપણો જો રોહિતનું પરફોર્મન્સ જોઇએ તો એક ક્રિકેટર તરીકે તે પહેલાથી પણ વધુ સારો બેટ્સમેન બન્યો છે. આવામાં સિલેક્ટર્સે તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવું જ જોઇએ.’ ભારત ઓસ્ટ્રેલિયામાં 6 ડિસેમ્બરથી એડિલેડમાં ટેસ્ટ સિરીઝની શરૂઆત કરશે. અહિંયા તેમને 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે.

(5:08 pm IST)