Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ડબલ્યુટીએ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં જાપાનની નાઓમી ખાંસી જતા નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સ મળ્યો ચાન્સ

નવી દિલ્હી: યુએસ ઓપન ચેમ્પિયન બનેલી જાપાનની નાઓમી ઓસાકા રેડ ગૂ્રપની આખરી લીગ મેચમાં નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સ સામેની મેચમાં ૩-૬થી પાછળ પડયા બાદ ઈજાગ્રસ્ત બનીને ખસી ગઈ હતી. આ સાથે બેર્ટેન્સે સિંગાપોરમાં ચાલી રહેલી ડબલ્યુટીએ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નોંધપાત્ર છે કે, ટોપ સીડ અને વર્લ્ડ નંબર વન રોમાનિયાની સિમોના હાલેપ ઈજાના કારણે ખસી જતા છેક છેલ્લી ઘડીએ નવમો ક્રમ ધરાવતા કિકિ બેર્ટેન્સને ટુર્નામેન્ટમાં પ્રવેશ મળ્યો હતો. બેર્ટેન્સે તેને મળેલી તકનો ફાયદો ઉઠાવતા પહેલી જ મેચમાં ટોપ સીડ ધરાવતી જર્મનીની કેર્બરને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. જે પછી તેને સ્ટેફન્સ સામે હારનો સહન કરવી પડી હતી. આજની ત્રીજી વન ડેમાં ઓસાકા ખસી જતાં બેર્ટેન્સ આસાનીથી સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી, હવે તેનો મુકાબલો વ્હાઈટ ગૂ્રપમાં ટોચનું સ્થાન ધરાવતી યુક્રેનની સ્વિટોલીના સામે ટકરાશે.  આખરી ગૂ્રપ મેચમાં અમેરિકાની ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સ્ટેફન્સે જીતનો સિલસિલો જારી રાખતાં ૭-૬ (૭-૪), ૨-૬, ૬-૩થી જર્મનીની કેર્બેરને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. હવે સ્ટેફન્સનો મુકાબલો વ્હાઈટ ગૂ્રપમાં બીજું સ્થાન મેળવનારી ચેક રિપબ્લિકની પ્લિસકોવા સામે થશે.નોંધપાત્ર છે કે, ડબલ્યુટીએ ફાઈનલ્સમાંથી ટોચની ચારેય સીડેડ ખેલાડીઓ બહાર ફેંકાઈ છે, જ્યારે પાંચમાંથી આઠમા ક્રમ સુધીના સ્થાન ધરાવતી ચાર ખેલાડીઓ સેમિ ફાઈનલમાં પ્રવેશી છે.

(5:13 pm IST)