Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સૌરભ ગાંગુલીની બિનહરીફ સીએબીના અધ્યક્ષ તરીકે પસંદગી

ગાંગુલી જુલાઈ ૨૦૨૦ સુધી સીએબીના અધ્યક્ષ રહેશે પછી 'કુલિંગ ઓફ પીરીયડ' પર ચાલ્યા જશે.

કોલકતા : બંગાળ ક્રિકેટ એસોસિએશનના ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, સૌરભ ગાંગુલીને બિનહરીફ સીએબીના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે તેમના સાથે ચાર અન્ય અધિકારીઓને બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જુલાઈ ૨૦૨૦ સુધી સીએબીના અધ્યક્ષ રહેશે. ત્યાર બાદ તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સંવિધાન મુજબ 'કુલિંગ ઓફ પીરીયડ' પર ચાલ્યા જશે.

  પ્રશાસકોની સમિતિના આદેશ મુજબ સીએબી પોતાની વાર્ષિક સામાન્ય બેઠકનું આયોજન કરશે. સીએબી દ્વ્રારા જાહેર નિવેદનમાં ચૂંટણી અધિકારી સુશાંતા રંજન ઉપાધ્યાયે જણાવ્યું છે કે, 'હું, બંગાળ ક્રિકેટ એસોસિએશનના ચુંટણી અધિકારીએ આ વાતની જાહેરાત કરતા કહ્યું છે કે, નિમ્ર લોકોને તેમના પદો પર બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે.'

  સૌરવ ગાંગલી બીજી વખત સીએબીના અધ્યક્ષ બન્યા છે. ૨૦૧૫ માં જગમોહન દાલમિયાના અવસાન બાદ સૌરવ ગાંગુલીએ પ્રથમ વખત આ પદ સંભાળ્યું હતું. જગમોહન દાલમિયાના પુત્ર અવિશેક દાલમિયા હવે સચિવ હશે. પહેલા તે જોઇન્ટ સેક્રેટરી હતા. દેવબ્રત દાસને જોઇન્ટ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દેવશીષ ગાંગુલીને ખજાનચી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બધા અધિકારી શનિવારે થનારી એજીએમમાં પદ ધારણ કરશે.

(11:20 am IST)