Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરુષ હોકી ટીમની કમાન મનપ્રિત સિંઘના સિરે

નવી દિલ્હી: આવતા મહિન મસ્કતમાં શરુ થઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમ મેન્સ હોકી ટીમના કેપ્ટન તરીકે શ્રીજેશના સ્થાને મનપ્રીત સિંઘને પસંદ કરવામાં આવ્યો છે. સિનિયર પ્લેયર સરદાર સિંઘની નિવૃત્તિ બાદ ભારત પહેલી મેજર ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યું છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટાઈટલ જાળવવાના ઈરાદા સાથે ઉતરશે. એશિયન ગેમ્સમાં ભારત ફાઈનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યું હતુ અને આ કારણે શ્રીજેશને કેપ્ટન્સી ગુમાવવી પડી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 18મી ઓક્ટોબરથી થશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ટાઈટલ જીતવા માટે ફેવરિટ મનાય છે. વર્ષ 2016માં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને ફાઈનલમાં 3-2થી હરાવીને ચેમ્પિયનશીપ જીતી હતી. ચિંગ્લેન્સાના સિંઘને ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ટીમમાં અનુભવી ગોલકિપર શ્રીજેશની સાથે યુવા ગોલકિપર ક્રિશ્ન બહાદૂર પાઠકને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતા ભારતની સાથે આ ટુર્નામેન્ટમાં મલેશિયા, પાકિસ્તાન, સાઉથ કોરિયા, જાપાન અને યજમાન ઓમાન પણ ભાગ લઈ રહ્યા છે. ટીમ પહેલા રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે અને ટોચની ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશશે.ભારતીય ટીમ - ગોલકિપર્સ - પીઆર શ્રીજેશ અને ક્રિશ્ન બહાદૂર પાઠક, ડિફેન્ડર્સ - હરમનપ્રીત, ગુરીન્દર, વરુણ કુમાર, કોઠાજીત સિંઘ, સુરેન્દર કુમાર, જરમનપ્રીત, હાર્દિક સંઘ, મીડફિલ્ડર - મનપ્રીત સિંઘ (કેપ્ટન), સુમિત શર્મા, લલીત ઉપાધ્યાય, ચિંગ્લેન્સાના સિંઘ (વાઈસ કેપ્ટન), ફોરવર્ડ - આકાશદીપ, ગુરજંત સિંઘ, મનદીપ, દિલપ્રીત. 

(5:50 pm IST)