Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

વિજય હજારે ટ્રોફી: સૌરાષ્ટ્રે મધ્યપ્રદેશને સાત વિકેટથી હરાવ્યું

નવી દિલ્હી: વિજય હઝારે ટ્રોફી વન ડે ટુર્નામેન્ટમાં બરોડાએ કર્ણાટક સામે વરસાદી વિધ્ન વચ્ચે બેંગાલુરુમાં રમાયેલી વન ડેમાં વીડીજે મેથર્ડને સહારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. જ્યારે દિલ્હીમાં રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રે મધ્યપ્રદેશને સાત વિકેટથી હરાવ્યું હતુ. સૌરાષ્ટ્રની ટીમ આ જીત સાથે 4 મેચમાં ત્રીજો વિજય મેળવતા ગ્રૂપ બીમાં બીજા સ્થાન આવી ગયું છે. જ્યારે બરોડાએ તેની ચોથી મેચમાં બીજો વિજય મેળવતા ગ્રૂપ એમાં પાચમું સ્થાન મેળવ્યું હતુ.દિલ્હીમાં ટોસ જીતીને બેટીંગ પસંદ કરવાનો નિર્ણય મધ્યપ્રદેશને ફળ્યો નહતો અને તે 136 રનમા જ ખખડી ગયું હતુ. એસ. જૈને સૌથી વધુ 32 રન ફટકાર્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર તરફથી જયદેવ ઉનડકટે ચાર અને ધર્મેન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. યુવરાજ ચુડાસમાને બે વિકેટ મળી હતી. સૌરાષ્ટ્રે અર્પિત વસાવડાના અણનમ 38 તેમજ શેલ્ડન જેક્સન અને ચેતેશ્વર પુજારાના 36-36 રનની મદદથી 40.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 137નો ટાર્ગેટ પાર પાડ્યો હતો.

(5:49 pm IST)