Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

પી.વી. સિંધુ સાથેની મુલાકાત ફેન - મોમેન્ટ રહી રણવીરની

બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ સાથે હાલમાં જ રણવીર સિંહની મુલાકાત થઈ હતી. આ મુલાકાતને રણવીરે ફેન-મોમેન્ટ ગણાવી હતી. તાજેતરમાં જ યોજવામાં આવેલી ફોર્બ્સ ઇન્ડિયા ટાઇકૂન ઓફ ટુમોરોની ઇવેન્ટમાં રણવીર સિંહ અને પી. વી. સિંધુને યુથ આઇકોન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. એ દરમ્યાન રણવીર સિંહ સાથે કિલક કરવામાં આવેલા ફોટોને પી. વી. સિંધુએ વિટર પર શૈર કર્યો હતો અને લખ્યું હતું કે આખરે આપણે મળ્યાં.  તને મળવાની ખૂબ ખુશી થઈ હતી અને આ મારા માટે ફેન-મોમેન્ટ હતી. તારી તમામ સફળતા માટે અભિનંદન અને તારા ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભકામના આપું છું. તને રણવીર સિંહને બદલે 'રોકસ્ટાર' કહીને બોલાવવું મને વધુ યોગ્ય લાગે છે. પી. વી. સિંધુના આ મેસેજનો જવાબ આપતાં રણવીર સિંહે પણ લખ્યું હતું કે હા, આપણે આખરે મળ્યાં. આ ખૂબ જ અવર્ણનીય અવસર રહ્યો હતો. મારા માટે પણ એ એક પેન-મોમેન્ટ હતી. ચેમ્પિયન, તે અમને સૌને ગર્વ અપાવ્યો છે. તારા આમ જ ઝળહળતી રહીશ. સ્પિરિટને સલામ છે. આશા રાખું છું કે તું આમ જ ઝળહળતી રહીશ.

(3:58 pm IST)