Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

પાકિસ્તાનને હંફાવતુ બાંગ્લાદેશઃ કાલે ભારત સામે મુકાબલો

ભારત સામે સતત ત્રીજી હારના ભયથી બહાર નિકળી ગયું?

દુબઈઃ મુશફિકર રહીમ અને મોહંમદ મિથુનની અડધી સદી બાદ મુસ્તફિઝુર રહમાનની કાતિલ બોલિંગ વડે બાંગ્લાદેશે એશિયાકપની સુપર-૪ મેચમાં પાકિસ્તાનને ૩૭ રને હાર આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જયાં તેનો મુકાબલો આવતીકાલે શુક્રવારે ભારત સામે થશે.અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૪૮.૫ ઓવરમાં ૨૩૯ રન પર ઓલઆઉટ થયું હતું. બાંગ્લાદેશ તરફથી મુશફિકરે રહીમે ૯૯ અને મોહમ્મદ મિથુને ૬૦ રન બનાવ્યા હતા.

જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૨૦૨ રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ વતી મુસ્તુફિઝુર રહમાને ૪૩ રનમાં ૪ વિકેટ લીધી હતી. ઈમામ ઉલ હકે ૮૩ રનનું યોગદાન આપ્યું હતું. ભારતે સુપર ૪માં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હાર આપી હતી, જયારે અફઘાનિસ્તાન સામેની મેચ ટાઇ પડી હતી.(૩૭.૭)

 

(12:09 pm IST)