Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જર્મનીની જીમ્નાસ્ટીક ટીમનું પ્રશંસનિય પગલુ

રમતના સેકયુલાઇઝેશનથી પરેશાન મહિલા ટીમે પહેર્યો ફુલ બોડી સુટ

 

ટોકીયો,તા. ૨૭ : દાયકાઓથી મહિલા જીમ્નાસ્ટ બીકીની કટ લીયોટાર્ડસ પહેરીને સ્પર્ધામાં ઉતરે છે. હવે તે આ રમતની ઓળખ પણ બની ચૂકી છે. પણ જર્મનીની મહિલા જીમનાસ્ટીક ટીમે મોટુ પગલુ લઇને ટોકીયો ઓલમ્પીકમાં ફુલ બોડી સુટ પહેરીને ભાગ લીધો. જો ક. આ મોટા ફેરફાર માટે કયાંક તેમના વખાણ થઇ રહ્યા છે તો કયાંક ટીકા પણ થઇ રહી છે.

પણ, જર્મનીની ૨૧ વર્ષની જીમ્નાસ્ટ સારા વોસનું કહેવું છે કે તેની ટીમે રમતના સેકસ્યુલાઇઝેશનથી પરેશાન થઇને આ મોટો નિર્ણય લીધો છે. જર્મન ટીમે પહેલી વાર યુરોપિયન ચેમ્પીયનશીપમાં ફુલ બોડી સુટ પહેર્યો હતો. 

સારા વોસે કહ્યુ કે ફુલ બોડી સુટ અથવા યુનિટાર્ડસ પહેરવા પાછળ અમારો ઉદેશ સાથી ખેલાડીઓને વધારે સુરક્ષિત અને સહજ મહેસુસ કરાવવાનો છે. અમે નથી ઇચ્છતા કે પહેરવેશના કારણ ખેલાડીઓનું ઉત્પીડન થાય.

સારાએ કહ્યું, 'સૌભાગ્યે હું કયારેય કોઇ પણ પ્રકારના યૌન ઉત્પીડનમાંથી પસાર નથી થઇ. પણ અમે યુવા ખેલાડીઓના આદર્શ છીએ એટલે તેમને પોતાની રીતે ઉભા રહેવા પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.'

(3:38 pm IST)