Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતના ૧૩ વર્ષ પૂર્ણ : આઉટડોર ટ્રેનીંગ શરૂ કરી

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર રોહિત શર્માએ લોકડાઉનના સમયમાં પોતાની પહેલી આઉટડોર ટ્રેઈનીંગ શરૂ કરી છે. રોહિત છેલ્લે ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરીઝમાં રમતો જોવા મળ્યો હતો અને ત્યાર બાદ ઈજા પામતા તે રમી નહોતો શકયો. રોહિતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૩ વર્ષ પૂરા કર્યા હોવાની ખુશીમાં લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી.

૨૩ જૂને રોહિતે આયરલેન્ડ સામેની વન-ડેમાં ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યુ હતું. ઈન્સ્ટાગ્રામ પર આ વાતની જાણ કરતા રોહિતે કહ્યુ કે પાર્કમાં લાંબા સમય બાદ આવવાનું સારૂ લાગે છે. એવુ લાગે છે કે કેટલુ કામ પતી ગયુ છે અને હું મારી જાતને અનુભવી શકુ છું.

(3:27 pm IST)