Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પત્રકાર બની ફ્લાઈટમાં ધોની - વિરાટ સહિત ટીમ મેમ્બર્સના ઈન્ટરવ્યું લીધા પંડ્યા - ચહલે : ફેલાવી રમુજ : જુવો વિડીયો

મુંબઈ : ભારતીય ટીમ ઑલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પ્લેનની મુસાફરી દરમિયાન રિપોર્ટર બની ગયો. તેણે આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત સાથી ક્રિકેટર્સના ઈન્ટરવ્યુ લીધા. આ વખતે યુઝવેન્દ્ર ચહલ પણ હાજર હતો.

જણાવી દઈએ કે, ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે ટી20 મેચ રમાવાની છે જેમાંથી પ્રથમ મેચ 27 જૂન બુધવારે રમાશે. પંડ્યાએ મુસાફરી દરમિયાન સાથી ખેલાડીઓનું મૂડ હળવું કરવા માટે રિપોર્ટિંગ કર્યું.

પંડ્યાએ ઈન્ટરવ્યૂની શરૂઆત કોહલીથી કરી. પછી તેણે ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને મનીષ પાંડે સાથે વાતચીત કરી. પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલની જોડી ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પાસે પહોંચી. કાર્તિકે વીડિયો કેમ બનાવી રહ્યા હોવા વિશે સવાલ કર્યા હતા. બાદમાં પંડ્યા કે એલ રાહુલ પાસે ગયો હતો.

પાંચ મિનિટ અને 33 સેકન્ડના આ વીડિયોને ‘ધ યુકે ડાયરીઝ’ નામ આપ્યું છે, જેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યો. પંડ્યા ચહલ જોડે પહોંચ્યો ત્યારે રોહિત શર્માએ તેની મજાક કરી.

બાદમાં પંડ્યા અને ચહલ અને મહેન્દ્ર સિંહ ધોની પાસે પહોંચ્યા જે હેડફોન લગાવી પોતાની મસ્તીમાં હતો. પંડ્યાએ ધોનીને કંઈક પૂછવાનો પ્રયત્ન કર્યો પણ ધોનીએ તેને બિસ્કિટ આપી ભગાડી દીધો. જુઓ વીડિયોમાં હાર્દિક અને ચહલ કોને-કોને સવાલ કરી રહ્યાં છે. (વિડીયો કર્ટસી - bcci.tv)

(7:36 pm IST)