Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ભારતીય ખેલાડીઓ વચ્‍ચે ઈંગ્‍લેન્‍ડનો જિમી એન્‍ડરસન શું કરે છે?

નવી દિલ્‍હીઃ લંડનના ઓવલના ગ્રાઉન્‍ડ પર ગઈકાલે ઈંગ્‍લેન્‍ડનો ફાસ્‍ટ બોલર જેમ્‍સ એન્‍ડરસન ભારતીય ખેલાડીઓની વચ્‍ચે પહોંચી ગયો એવી કમેન્‍ટ્‍સ વાઈરલ થઈ હતી. હકીકતમાં આ ખેલાડી જિમી એન્‍ડરસન નહીં, પણ ભારતીય ટીમનો સ્‍ટ્રેન્‍થ એન્‍ડ કન્‍ડિશન્‍સ કોચ સોહમ દેસાઈ હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. ઘણા નેટિઝન્‍સે પણ મીડિયામાં લખ્‍યું હતું કે સોહમ દેસાઈને ઈંગ્‍લેન્‍ડ વતી ટેસ્‍ટ ક્રિેકેટમાં સૌથી વધુ ૬૮૫ વિકેટ લેનાર એન્‍ડરસનનો લુકઅલાઈક' કહી જ શકાય.

એક ક્રિકેટપ્રેમીએ તો ટ્‍વિટર પર લખ્‍યું હતું કે વાહ, બીસીસીઆઈએ જેમ્‍સ એન્‍ડરસનને ટીમ ઈન્‍ડિયાનો બોલિંગ- કોચ બનાવવાનો બહુ સારો નિર્ણય લીધો.' બીજા એક જણે લખ્‍યું કે મને થયું કે જેમ્‍સ એન્‍ડરસન ટીમ ઈન્‍ડિયાની ક્રિકેટ કિટમાં શું કરી રહ્યો છે?'

(3:21 pm IST)