Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

આજે મારી પણ તમારા બધા પાસેથી ઇચ્છા છે કે બહાર ન નીકળો, ઘર પર રહો, સુરક્ષિત રહોઃ સચિન તેંડુલકરે ફેન્સના શુભેચ્છા સંદેશ ઉપર આભાર વ્‍યક્ત કર્યો

નવી દિલ્હીઃ શુક્રવારે પોતાનો 47મો જન્મદિવસ ઉજવનારા સચિન તેંડુલકરે પોતાના ફેન્સને પણ આ વખતે રિટર્ન ગિફ્ટ આપી છે. દેશ*દુનિયામાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને કારણે માસ્ટર બ્લાસ્ટરે આ વખતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા મળેલા શુભેચ્છા સંદેશ પર સચિને આભાર વ્યક્ત કરતા પોતાના ફેન્સ માટે પણ દુઆ માગી છે.

સચિને ફેન્સને રિટર્ન ગિફ્ટ આપતા એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'તમારા બધાની શુભેચ્છા માટે આભાર. તમે હંમેશા મારા માટે દુઆ કરી છે કે હું ક્રીજ પર રહૂં અને આઉટ ન થાવ. આજે મારી પણ તમારા બધા પાસે તે ઈચ્છા છે કે બહાર ન નિકળો. ઘર પર રહો સુરક્ષિત રહો.' પોતાના આ ટ્વીટમાં સચિને એક હાથ જોડતા ઇમોજીનો ઉપયોગ કર્યો છે.

મહત્વનું છે કે સચિન તેંડુલકરે આ વખતે કોરોના વાયરસને કારણે પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો હતો. તેમનું ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સંક્રમિત દર્દીઓનો આંકડો રેકોર્ડ 7628 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ મામલા 26 હજારને પાર પહોંચી ગયા છે. આ જીવલેણ બીમારીથી દેશમાં અત્યાર સુધી 779 મોત થઈ ચુક્યા છે.

(5:01 pm IST)