Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

વર્લ્ડ કપ જીત્યા બાદ મળેલો જોફ્રા આર્ચરનો મેડલ ખોવાઇ ગયો

લંડનઃ સ્વાભાવિક છે કે માણસની સૌથી પ્રિય વસ્તુ ખોવાઇ જાય તો તે ઘણો દુઃખી થઇ જાય. આવી જ કંઇક હાલત હાલમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની છે. વાસ્તવમાં ૨૦૧૯નો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડે જીત્યા બાદ પ્લેયરોને જ મેડલ આપવામાં આવ્યા હતા. જેમાંનો જોફ્રા આર્ચરનો પોતાનો મેડલ કયાંક ખોવાઇ ગયો છે અને હવે એ મળી નથી રહ્યો.

આ વિશે એક રેડિયો-મુલાકાતમાં જોફ્રા આર્ચરે કહ્યું કે મેં મારું ઘર બદલ્યું છે અને ઘરની નવી દીવાલ પર જયારે મેં જોયું ત્યારે ત્યાં મેડલ નહોતો. હું લગભગ એક અઠવાડિયા સુધી આખું ઘર ઉપરથી નીચે શોધી ચૂકયો તો પણ મને મેડલ કયાંય મળ્યો નહીં. હું જાણું છું કે એ ઘરમાં જ કયાંક છે અને હું એને શોધીને જ રહીશ. આઇસોલેશનના આ ગાળામાં હું બીજું કોઇ કામ નહીં કરૃં.

 

(2:56 pm IST)