Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પૂર્વ ઓફ સ્પિનર આશિષ કપૂર જુનિયર સમિતિના અધ્યક્ષપદે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર આશિષ કપૂરની અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. બીસીસીઆઈએ કહ્યું કે આશિષ કપૂર વેંકટેશ પ્રસાદનું સ્થાન લેશે. જેમણે અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બન્યુ. તેના એક મહિના પહેલા રાજીનામુ આપ્યુ હતું. પ્રસાદે ૩૦ મહિના સુધી જુનિયર રાષ્ટ્રીય સમિતિના પ્રમુખ તરીકે કામ કરેલું. ૪૭ વર્ષના આશિષ કપૂર સાથે જ્ઞાનેન્દ્ર પાન્ડે અને રાકેશ પરીખને સભ્ય બનાવાયા છે. કપૂર ૧૯૯૬માં વર્લ્ડકપ, ૪ ટેસ્ટ અને ૧૭ વન-ડે રમી ચૂકયો છે. પ્રથમ કક્ષાના ૯૩ મેચ રમ્યો છે.

(12:50 pm IST)