Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આગળના વ્‍યસ્‍ત શેડયુલને જોતા હાર્દિક પંડયાને ફિટ રાખવા માટે તેની પાસે બોલિંગ ન કરાવીઃ વિરાટ કોહલી

પુણે: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ભારતીય બોલરોએ ઇંગ્લિશ બેટ્સમેન સામે ઘૂંટણીયા ટેકી દીધા. તેમ છતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ છઠ્ઠા બોલર તરીકે હાર્દિક પંડ્યાને મેદાનમાં ઉતાર્યો નહીં.

બીજી વન ડેમાં હાર્દિકે ન કરી બોલિંગ

હાર્દિક પંડ્યાને ટી20 સિરીઝમાં બોલિંગ કરાવવામાં આવી હતી પરંતુ કોહલીએ તેને બીજી વન ડે મેચમાં બોલિંગ આપી નહીં. કોહલીએ કહ્યું કે, આગળના વ્યસ્ત શેડ્યૂલને જોતા આ ઓલરાઉન્ડરને ફિટ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોહલીએ જણાવ્યું વાસ્તવિક કારણ

કોહલીએ કહ્યું, અમારે તેની યોગ્ય રીતે કાળજી લેવાની જરૂર છે. તે જાણવું જરૂરી છે કે, ક્યાં અમને તેના કઈ કુશળતાની જરૂરિયાત છે. ટી20 માં બોલિંગમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ વન ડેમાં તેનું વર્કલોડનું આયોજન કરવું જરૂરી છે. અમારે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવાની છે અને તેથી તેનું ફિટ રહેવું મહત્વપૂર્ણ છે.

(6:49 pm IST)